હળવદના સુંદરીભવાની ગામે ફાયર ક્લેની ખનીજ ચોરી ઝડપી લેતું ખાણખનીજ વિભાગ

- text


બે એસ્કેવેટર મશીન તેમજ એક ડમ્પર ઝડપાયું

મોરબી : મોરબી ખાણ ખનીજ વિભાગે બાતમીને આધારે હળવદ તાલુકાના સુંદરીભવાની ગામેથી ફાયર ક્લેની ખનીજ ચોરી ઝડપી લઈ બે એસ્કેવેટર મશીન તેમજ એક ડમ્પર કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરની સુચના તેમજ માર્ગદર્શન મુજબ હળવદ તાલુકાના સુંદરીભવાની ગામ વિસ્તાર આસ-પાસ ખનીજ ચોરી મામલે આકસ્મિક રેડ કરતા રેડ દરમ્યાન બે એસ્કેવેટર મશીન જે પૈકી ટાટા હિટાચી THEDCOLOJ00000291 જેના માલિક ઝાલાભાઈ કાળાભાઈ ભરવાડ અને હ્યુન્ડાઈ HYNDN633VE0069163 જેના માલિક રાજુભાઈ તખુભાઈ રાજપુત તેમજ એક ડમ્પર વાહન GJ-36X-3058 જેના માલિક હરેશભાઈ તખુભાઈ ટાંકની માલિકીનું ફાયરક્લે ખનીજના ગેરકાયદેસર ખનન-વહન બદલ સદર તમામ વાહન સીઝ કરી હળવદ પોલીસ મથકે સોંપી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text