હળવદનો બ્રાહ્મણી-2 ડેમ 90 ટકા ભરાઈ ગયો : હેઠવાસના ગામોને કરાયા એલર્ટ

- text


હળવદ : ઉપરવાસમાં સારા વરસાદને કારણે હળવદ પંથકનો બ્રાહ્મણી-2 ડેમ 90 ટકા ભરાઈ ગયો છે. જેથી ડેમના હેઠવાસમાં આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ડેમના અધિકારીઓ દ્વારા જાહેર કરાયા મુજબ હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલ બ્રાહ્મણી-2 ડેમ તેના રૂલ લેવલ મુજબ 90 ટકા ભરાઈ ગયેલ છે. ડેમમાં 335 ક્યુસેકની આવક અને 80 ક્યુસેકની જાવક નોંધાઈ છે. સુસવાવ, કેદારિયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિયાળી, ચાડધ્રા, ટિકર અને માનગઢ સહિતના ગામોને સતર્ક રહેવા અને નદીના પટ્ટમાં અવરજવર ન કરવાની સૂચના જાહેર કરવામાં આવી છે.

- text

- text