મોરબી : મોરબીની બાજુમાં આવેલા બગથળા ગામમાં નકલંક મંદિરમાં બિરાજમાન નેજાધારી નકલંક ભગવાનનાં સાનિધ્યમાં આગામી તારીખ 21 જુલાઈ ને રવિવારે ધામધૂમથી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે.ગુરુપૂર્ણિમાના દિવસે નકલંક મંદિરના મહંત દામજી ભગત સવારે 8 કલાકે મહા આરતી કરશે. તથા ત્યારબાદ ગુરૂ વંદના કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ ભક્તો માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહંત દામજી ભગત તથા ટ્રસ્ટના પ્રમુખ તથા તમામ ટ્રસ્ટીઓએ ગુરુપૂર્ણિમાના આ કાર્યક્રમમાં પધારવા સૌ ભાવિક ભક્તોને જાહેર આમંત્રણ પાઠવ્યું છે.