મારી ગાડી સાથે કેમ ગાડી ભટકાડી ? મોરબીમાં યુવાનને છરીના ઘા ઝીકાયા

- text


મોરબી : મોરબીને પણ હવે રાજકોટનો ચેપ લાગ્યો હોય તેમ નજીવી બાબતે મારામારી હુમલાના બનાવ વધી રહ્યા હોય તેવી સ્થિતિ વચ્ચે રવાપર રોડ ઉપર વગર વાંકે યુવાનને રોકી મારી ગાડી સાથે કેમ ગાડી ભટકાડી તેમ કહી બે શખ્સોએ છરી વડે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર રહેતા દર્શીતભાઈ ચંદ્રેશભાઈ ઓગાણજા ગાડી લઈને જતા હતા ત્યારે આરોપી આશિષભાઈ હેમંતભાઈ આદ્રોજા અને એક અજાણ્યા માણસે રવાપર રોડ ઉપર વૈદેહી પ્લાઝા એપાર્ટમેન્ટ પાસે ગાડી ઉભી રખાવી મારી ગાડી સાથે કેમ ગાડી ભટકાડી તેમ કહી છરીના ઘા ઝીકી દેતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text