વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટ્રક ચાલકે બ્રેક મારતા કાર ઠાઠામા ઘુસી, ત્રણ ઘાયલ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગારીડા ગામથી થોડે આગળ વાંકાનેર બાઉન્ડ્રી તરફ તીરથ હોટલની પાસે અજાણ્યા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા ટાટા કંપનીની નેક્સોન ફોરવ્હીલ કાર નંબર GJ.36.AF.0443 લઈને જઈ રહેલ દર્શનકુમાર રાજેશકુમાર મેર રે.રામાપીરના મંદીર પાસે, કુંભારપરા, વાંકાનેર વાળાની કાર ટ્રકના ઠાઠામાં ઘુસી જતા કારમાં બેઠેલા તથા કારમા બેઠેલ સાહેદ સ્વપ્નીલભાઇને ડાબા હાથમા, હાર્દીકભાઇને ડાબા પગે ફેકચર તથા અજીમુદીનભાઇને માથાના ભાગે મુંઢ ઇજા પહોચી હતી. અકસ્માત બાદ અજાણ્યા ટ્રકનો ચાલક ટ્રક લઇ નાશી જતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text