મોરબીના પીપળી રોડ ઉપર ત્રણ કિલોમીટરનો ટ્રાફિકજામ

- text


બેલા ગામ નજીક નવા પુલનું કામ શરૂ કરવા ડાઈવર્ઝન કાઢવામાં આવતા વાહન ચાલકો ફસાયા

મોરબી : મોરબીના જેતપર – પીપળી રોડ ફોરલેનની કામગીરીમા બેલા ગામ નજીક નવા પુલનું કામ શરૂ કરવા ડાઈવર્ઝન કાઢવામાં આવતા સાંકડા ડાઈવર્ઝનને કારણે ટ્રાફિકથી ધમધમતા આ રોડ ઉપર છેલ્લા બેથી ત્રણ કલાકથી ટ્રાફિકજામ સર્જાતા અનેક વાહન ચાલકો ફસાઇ ગયા હોવાની વિગતો સામે આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં મોરબી જેતપર – પીપળી રોડ ફોરલેનની કામગીરી ચાલુ છે તેવામાં બેલા ગામ નજીક નવા પુલનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને આ કામ માટે કોન્ટ્રાકટર દ્વારા ડાઈવર્ઝન કાઢવામાં આવ્યુ છે. પરંતુ આ ડાઈવર્ઝન સાંકડું હોવાના કારણે ટ્રાફિકથી ધમધમતા આ રોડ ઉપર છેલ્લા બેથી ત્રણ કલાકથી ટ્રાફિકજામ સર્જાયો છે અને ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકો ફસાઇ ગયા હોવાની વિગતો સામે આવી છે.

- text

- text