ઓખા-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન 25 ઓગસ્ટ સુધી દોડશે

- text


મોરબી : પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-ગાંધીગ્રામ અને ગાંધીગ્રામ-ઓખા સ્પેશિયલ ટ્રેન (વિશેષ ભાડા પર)ના ફેરા 25 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યા છે.

ટ્રેન નંબર 09436 ઓખા-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન (દર રવિવારે) 14.07.2024થી 25.08.2024 સુધી ચાલશે તથા ટ્રેન નંબર 09435 ગાંધીગ્રામ-ઓખા સ્પેશિયલ ટ્રેન (દર શનિવારે) 13.07.2024 થી 24.08.2024 સુધી ચાલશે. ટ્રેન નંબર 09436 અને 09435 ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 12 જુલાઈ 2024થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજના સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

- text

- text