મોરબીમાં કચરો ઉપાડવાને બદલે કચરો ફેલાવતા પાલિકાના ટ્રેક્ટર ચાલકો 

- text


અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર ગંદકી ઠાલવી દેતા માથું ફાડી નાખે તેવી દુર્ગંધથી વેપારીઓ મુશ્કેલીમાં 

મોરબી : મોરબીને સ્વચ્છ બનાવવા માટે કચરો એકત્રિત કરવાની કામગીરી કરતા ટ્રેકટર ચાલકોની બેદરકારીથી ક્યારેક માસના ટૂંકડાં રસ્તા ઉપર વિખેરાય છે તો ક્યારેક ગંદકીના ઢગલા સર્જાય છે ત્યારે આવી જ એક ઘટનામાં શહેરના અયોધ્યાપુરી રોડ ઉપર પાલિકાના ટ્રેક્ટરમાંથી કાદવ જેવો ખદબદતો કચરો રોડ ઉપર ઢોળાતા માથું ફાડી નાખે તેવી દુર્ગંધ ફાટી નીકળતા વેપારીઓને વેપાર કરવો મુશ્કેલ બન્યો હતો.

મોરબી શહેરમાં અલગ અલગ જગ્યાએથી પાલિકા દ્વારા ટ્રેક્ટર મારફત કચરો ઉપાડમા આવે છે પરંતુ અભણ અને અજ્ઞાની એવા આ ટ્રેકટર ચાલકો વૈજ્ઞાનિક ઢબે કચરો ઢાંકીને લઈ જવાને બદલે ખુલ્લા ટ્રેકટરમાં છલોછલ કચરો ભરી બેફામ ગતિએ ટ્રેકટર દોડાવતા હોય છે ત્યારે આજરોજ અયોધ્યાપુરી રોડ ઉપર કચરો ભરેલા નગરપાલિકાના ટ્રેક્ટરમાંથી ગંદકી અને કદડા જેવો કચરો મોટાપ્રમાણમાં રોડ ઉપર ઢોળાતા રોડ ઉપર અસહ્ય દુર્ગંધ ફેલાઈ જવા પામી હતી. શહેરમાં નગરપાલિકાના કચરો એકત્રિત કરવા માટેના મોટા ભાગના ટ્રેકટરો આ જ રીતે છલોછલ કચરો ભરી નીકળતા હોય આ સમસ્યા રોજિંદી બની છે ત્યારે પાલિકાના સત્તાધીશો આ મામલે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text

- text