કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક મોરબીમાં, સ્થાનિક પ્રશ્નોને લઈને કરી ચર્ચા

- text


કોંગ્રેસના હોદેદારોની સાથે કારોબારી બેઠક યોજી, જિલ્લાના તમામ પ્રશ્નોની યાદી બનાવી

મોરબી : ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક 3 દિવસ ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેઓએ મોરબી ખાતે આવીને કારોબારી બેઠક યોજી હતી. જેમાં તેઓએ સ્થાનિક નેતાઓ પાસેથી મોરબી જિલ્લાના તમામ પ્રશ્નો અંગે જાણકારી લીધી હતી.

આ કારોબારી બેઠકમાં વિપક્ષના વિધાનસભા નેતા શૈલેષ પરમાર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા અને અન્ય હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં રોડ-રસ્તા અને ગટરની ખરાબ હાલત, રવાપરના પાણીના પ્રશ્ન, વાંકાનેરમાં અવાર નવાર થતા વીજ ધાંધીયા, કાયદો અને વ્યવસ્થાની કથળેલી હાલત, માળિયા અને હળવદ તાલુકાના ખેડૂતોના પ્રશ્નો, ઝૂલતાપૂલ દુર્ઘટના સહિતના પ્રશ્નોને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી.

ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું કે બધા પ્રશ્નોને લઇને આંદોલન થતા નથી. કોઈ પ્રશ્નોને લઈને આવેદન આપીશું, કોઈક પ્રશ્નોને લઈને પ્રતિનીધીઓ સાથે બેઠક કરીશું, કોઈક પ્રશ્નોને વિધાનસભા લોકસભામાં ઉઠાવીશું ઉપરાંત કોઈક પ્રશ્નોને લઈને રોડ ઉપર પણ ઉતરીશું.

- text

- text