મોરબીમાં નવરંગ નેચર ક્લબ દ્વારા રવિવારે ફૂલ છોડના રોપા, દેશી ઓસડિયાનું રાહતદરે વિતરણ 

- text


મોરબી : નવરંગ નેચર ક્લબ દ્વારા આગામી તારીખ 14/7/2024 ને રવિવારે સવારે 8:00 થી 1 દરમ્યાન સનાળા રોડ, ઉમિયાસર્કલ પાસે, સત્યેશ્વર મહાદેવ મંદિર પાસે, મોરબી ખાતે ફૂલ છોડના રોપા, દેશી ઓસડીયાનું રાહત દરે વિતરણ કરવામાં આવશે.

દરેક જાતના ફુલ છોડના કલમી રોપા 26 પ્રકારના, ગુલાબ, મોગરો, ચંપો, ચોમાસું બીયારણ, દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા પાવડર, ચુર્ણ, શુધ્ધ ચોખ્ખું મધ, હરડે, બહેડા, આમળા, અરીઠા, શિકાકાઈ પાવડર, ચુર્ણ, ધુપ, અગરબત્તી, ગુગળ, કાળી માટીના રસોઈના વાસણો, હાથેથી બનાવેલ તાવડી, પાટીયા, ટકાઉ મજબૂત દોરીથી ગુથેલ ચકલીના માળા, કુંડા, ગાય આધારિત દેશી ખાતર, તૈયાર વાવેલ ઝવેરા મળશે. સંસ્થા દર મહિનાના બીજા રવિવારે ખેડુત હાટ ભરે છે. વધુ માહિતી માટે પ્રમુખ વી ડી બાલા 9427563898, લવજીભાઈ પ્રજાપતિ 9925369465નો સંપર્ક કરવો.

- text

- text