વાંકાનેર અને ટંકારામાં બે કલાકમાં એક-એક ઈંચ 

- text


મોરબી અને હળવદમાં ત્રણ-ત્રણ મીમી વરસાદ નોંધાયો 

મોરબી : મોરબી જિલ્લામાં આજે ગુરુવારે પણ મેઘમહેર ચાલુ રહેવા પામી છે, આજે ગુરુવારે બપોરે 12થી 2 વાગ્યાના અરસામાં મોરબી જિલ્લાના વાંકાનેરમાં 27મીમી અને ટંકારામાં 25 મીમી વરસાદ નોંધાયો હતો.

- text

ગુરુવારે બપોરે 12થી 2 વાગ્યાના સમયગાળામાં મોરબી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા હતા અને બે કલાકમાં જ વાંકાનેરમાં 27મીમી અને ટંકારામાં 25 મીમી એટલે કે એક-એક ઈંચ વરસાદ વરસી ગયો હતો જયારે મોરબી અને હળવદમાં 3-3 મીમી વરસાદ નોંધાયો હોવાના સત્તાવાર આંકડા સામે આવ્યા છે.

- text