રાજકોટથી દોઢ વર્ષની દીકરી સાથે મહિલા ગુમ

- text


રાજકોટ : મોરબીના દીકરી અને રાજકોટ સાસરે રહેલા મહિલા પોતાની દીકરી સાથે રાજકોટથી ગુમ થયા છે. મહિલાના પતિએ ગુમ થયા અંગેની નોંધાવેલી અરજી પ્રમાણે તેમના પત્ની ભારતીબેન મહેશભાઈ ચાવડા (ઉં.વ. 36) ભગવતીપરામાં આવેલી બોરીચા સોસાયટી-1માં આવેલા તેમના ઘરેથી ગત તારીખ 4 જુલાઈના રોજ બપોરના બે વાગ્યાથી ગુમ થયા છે. ભારતીબેન ચાવડાની સાથે તેમની દોઢ વર્ષની દીકરી પુજા મહેશભાઈ ચાવડા પણ ગુમ છે. આ બન્ને અંગે કોઈને જાણ થાય તો પોલીસ સ્ટેશને અથવા મો.નં. 9033600028 અથવા 9712343520 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text