મોરબી : હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર મોરબી દ્વારા આગામી તારીખ 15 જુલાઈ ને સોમવારના રોજ મોરબીમાં જગન્નાથજીની તૃતીય રથયાત્રા નીકળશે.રથયાત્રાની શરૂઆત બપોરે 3 વાગ્યે મોરબીના ભક્તિનગર સર્કલ ખાતે આવેલા મોર્ડન હોલથી થશે. ત્યાંથી રથયાત્રા દલવાડી સર્કલ, ઉમિયા સર્કલ, રવાપર ચોકડી, એસપી રોડના નાંકેથી પરત રવાપર ચોકડી, ઉમિયા સર્કલ અને ભક્તિનગર મોર્ડન હોલ ખાતે આવશે. રથયાત્રા પૂર્ણ થયા બાદ સાંજે 6 કલાકે મોર્ડન હોલ ખાતે ભોજન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો સર્વે ભાવિક ભક્તોને આ રથયાત્રામાં પધારવા હરેન્દ્ર મુરારી પ્રભુ અને કમલાક્ષ કીર્તન પ્રભુ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.