મોરબીના ઘુંટુ ગામે ગાળો બોલવા મુદ્દે ઝઘડો, એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ

- text


મોરબી : મોરબીના ઘુંટુ ગામે પિતા પુત્રો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થતી હતી તે સમયે પાડોશમાં રહેતા શખ્સે તમે ગાળો કેમ બોલો છો કહી ઝઘડો કરી વૃદ્ધને જાતિ પ્રત્યે અપમાનિત કરી મહિલાને ધક્કો મારી પછાડી દઈ ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઘુંટુ ગામે રહેતા દેવજીભાઈ માલાભાઈ વોરા ઉ.60 પોતાના ઘેર હતા ત્યારે તેમના પુત્રો સાથે બોલાચાલી થતી હોય આરોપી કિશન વિનુભાઈ કોળી દેવજીભાઈના ઘર પાસે ધોકો લઈને આવ્યો હતો અને ગાળો કેમ બોલો છો કહી ઝઘડો કરી દેવજીભાઈને લાકડાનો ધોકો ફટકારી દઈ સાહેદ ગીતાબેનને ધક્કો મારી પછાડી દઈ ફ્રેક્ચર જેવી ઇજા કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text