મોરબી – રાજકોટ હાઇવે ઉપર ગુજરાત ગેસ દ્વારા આડેધડ ખોદકામ

- text


અજંતા ફેકટરી નજીક રોડની બાજુમાં જ ખોદકામ કરાતા વાહન ફસાયું

મોરબી : મોરબી – રાજકોટ હાઇવે ઉપર ગુજરાત ગેસ કંપની દ્વારા ભર ચોમાસે રોડની સમાંતર આડેધડ ખોદકામ કરવાનું શરૂ કરતા વાહન ચાલકો માટે જોખમ ઉભું થયું છે. ખાસ કરીને રોડની નજીક જ મોટાપાયે ખોદકામથી મોટો અકસ્માત થવાની દહેશત સર્જાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી – રાજકોટ હાઇવે ઉપર ગુજરાત ગેસ કંપની દ્વારા વીરપર અને અજંતા ફેક્ટરી વચ્ચે રોડની નજીકમાં જ ભર ચોમાસે આડેધડ ખોદકામ કરી નાખવામાં આવતા વાહન ચાલકો માટે જોખમ સર્જાયું છે. આ ખોદકામને કારણે એક વાહન ફસાઈ ગયુ હોવાનું પણ સામે આવ્યું છે. બીજી તરફ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડની બાજુમાં જ ખોદકામ કરવા મામલે ગુજરાત ગેસ કંપનીને નોટિસ ફટકારવા સહિતની કાર્યવાહી શરૂ કર્યાનું જાણવા મળે છે.

- text

- text