મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણીની મતદાર યાદીનો કાર્યક્રમ જાહેર

- text


મોરબી : મોરબી જિલ્લામાં મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની સામાન્ય ચૂંટણી-2024 માટે કામચલાઉ મતદાર યાદી માટે કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમ અનુસાર તા. 10-7-2024ના રોજ ચૂંટણી સત્તાધિકારી અને મોરબી પ્રાંત અધિકારીની કચેરી, મોરબી જિલ્લા રજીસ્ટ્રારની કચેરી તેમજ મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ખાતે મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે. તા. 20-7-2024 સુધીમાં ચૂંટણી સત્તાધિકારી અને મોરબી પ્રાંત અધિકારીની કચેરી ખાતે દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકાશે. તેમજ આ કચેરી દ્વારા તારીખ 23-7-2024 સુધીમાં દાવા-વાંધાઓનો નિકાલ કરવામાં આવશે.

- text

તારીખ 25-7-2024ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ ચૂંટણી સત્તાધિકારી અને મોરબી પ્રાંત અધિકારીની કચેરી, મોરબી જિલ્લા રજીસ્ટ્રારની કચેરી તેમજ મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ખાતે કરવામાં આવશે. તેવું ચૂંટણી સત્તાધિકારી અને મોરબી પ્રાંત અધિકારીની યાદીમાં જણાવાયું છે.

 

- text