મોરબી-માળીયા પ્રોસેસીંગ કો.ઓપ.સોસાયટી લી.ની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણીની મતદાર યાદીનો કાર્યક્રમ જાહેર

- text


મોરબી : મોરબી જિલ્લામાં મોરબી-માળીયા પ્રોસેસીંગ કો.ઓપ.સોસાયટી લી.ની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની સામાન્ય ચૂંટણી-2024 માટે કામચલાઉ મતદાર યાદી માટે કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમ અનુસાર તા. 10-7-2024ના રોજ ચૂંટણી સત્તાધિકારી અને મોરબી પ્રાંત અધિકારીની કચેરી, મોરબી જિલ્લા રજીસ્ટ્રારની કચેરી તેમજ મોરબી-માળીયા પ્રોસેસીંગ કો.ઓપ.સોસાયટી લી. ખાતે મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે. તા.20-7-2024 સુધીમાં ચૂંટણી સત્તાધિકારી અને મોરબી પ્રાંત અધિકારીની કચેરી ખાતે દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકાશે તેમજ આ કચેરી દ્વારા તારીખ 23-7-2024 સુધીમાં દાવા-વાંધાઓનો નિકાલ કરવામાં આવશે.

- text

તારીખ 25-7-2024ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ ચૂંટણી સત્તાધિકારી અને મોરબી પ્રાંત અધિકારીની કચેરી, મોરબી જિલ્લા રજીસ્ટ્રારની કચેરી તેમજ મોરબી-માળીયા પ્રોસેસીંગ કો.ઓપ.સોસાયટી લી. ખાતે કરવામાં આવશે. તેવું ચૂંટણી સત્તાધિકારી અને મોરબી પ્રાંત અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- text