મોરબીમાં મેઘરાજાના બીજા રાઉન્ડ બાદ 6 ગામોમાં અંધારપટ્ટ, 10 ફીડર બંધ

- text


ગઈકાલે ધોધમાર વરસાદ બાદ 11 ગામોમાં અંધારપટ્ટ છવાયો હતો

મોરબી : મોરબી જિલ્લાના મેઘરાજાના બીજા રાઉન્ડમાં ધોધમાર વરસાદ બાદ 11 ગામડાઓમા અંધારપટ્ટ છવાયા બાદ વીજતંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી કરી પાંચ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી નાખતા હાલમાં 10 ફીડર તેમજ 6 ગામમા વીજ પુરવઠો કપાયો છે.

મોરબી પીજીવીસીએલના સતાવાર સૂત્રોના જાહેર કરાયા મુજબ મંગળવારે મોરબી શહેર અને જિલ્લામાં ભારે વરસાદ બાદ જિલ્લાના ઔદ્યોગિક અને ગ્રામ્ય વિસ્તારના કુલ 10 ફીડર બંધ હોવાનું અને 6 ગામમા સંપૂર્ણપણે વીજ પુરવઠો ખોરવાઈ જતા અંધારપટ્ટ છવાયો હોવાનું જાહેર કર્યું છે.નોંધનીય છે કે, ગઈકાલે 11 ગામમાં વીજ પુરવઠો કપાયો હતો જે પૈકી પાંચ ગામમાં વીજ પુરવઠો સ્થાપી દેવામાં આવ્યો હતો.

- text

- text