હળવદ નજીક ટ્રકમાં માટીની આડમાં છુપાવેલ વધુ 1.80 લાખનો દારૂ ઝડપાયો

- text


 

ક્રાઇમબ્રાન્ચે મેરો ઉર્ફે મેહુલને દબોચી લીધો પંકજ ગોઠીનું નામ ખુલ્યું

હળવદ : હળવદ – માળીયા હાઇવે ઉપર મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમે ક્રિષ્ના હોટલની પાસે આવેલ ગોપાલ નમકીનના ગોડાઉનની બાજુમા ખુલ્લા પ્લોટમાંથી ટ્રકમાં માટીની આડમાં છુપાવીને લાવેલ વિદેશી દારૂની ૩૨૪ બોટલ તેમજ બીયરના ૫૦૪ ટીન અને ટ્રક સહિત કુલ રૂ.૧૨,૮૫,૬૦૦ના મુદામાલ સાથે મેરો ઉર્ફે મેહુલ નામના આરોપીને પકડી લઈ પંકજ ગોઠી સહિતના આરોપીઓને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરાવ્યો હતો.

મોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ પીએસઆઇ કે.એચ.ભોચીયા, એસ.આઈ.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફના માણસો કાર્યરત હતા તે દરમિયાન એ.એસ.આઇ. સુરેશભાઇ હુંબલ, પો.કોન્સટેબલ વિક્રમભાઇ ફુગશીયા, ભાવેશભાઇ મિયાત્રા, ભગીરથસિંહ ઝાલાને મળેલ બાતમીને આધારે માળીયા-હળવદ રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોટલની પાસે આવેલ ગોપાલ નમકીનના ગોડાઉનની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં દરોડો પડતા ટ્રક રજી.નં. RJ-27-GC-6977માં માટીની આડમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા સ્થળ ઉપરથી આરોપી મેહુલભાઇ ઉર્ફે મેરો કાળુભાઈ કણઝારીયા, રહે.હળવદ મોરબી દરવાજા વાળાને ઝડપી લઈ પૂછપરછ કરતા હળવદના પંકજ ગોઠી અને અન્ય એક ટ્રક ચાલક તેમજ અલ્ટો કારના ચાલકના નામ ખુલતા તમામ વિરુદ્ધ હળવદ પોલીસમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો.

- text

વધુમાં એલસીબી ટીમે ટાટા ટ્રક ટ્રેઇલર રજી.નં. RJ-27-GC-6977 નો ચાલક, બ્લેક કલરની XUV ગાડીનો ચાલક પંકજભાઈ ગોઠી રહે.હળવદ કણબીપરા અને સફેદ કલરની મારૂતી સુઝુકી અલ્ટો રજી.નંબર GJ-01-RC-7832ના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી 8 PM વ્હીસ્કીની 96 બોટલ કિંમત રૂપિયા ૨૮,૮૦૦, ગ્રીન લેબલ એક્સપર્ટ વ્હીસ્કીની ૧૬૮ બોટલો કિંમત રૂપિયા ૫૦,૪૦૦, બ્લેન્ડર પ્રાઇડ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્કીની ૬૦ બોટલો કિંમત રૂ.૫૧,૦૦૦, અને કિંગફીશર સુપર સ્ટ્રોગ બીયરના ૫૦૪ ટીન કિંમત રૂપિયા ૫૦,૪૦૦ તેમજ ટ્રક ટ્રેઇલરમાં નંબર- RJ-27-GC-6977 કિંમત રૂપિયા ૧૦ લાખ અને સફેદ કલરની મારૂતી સુઝુકી અલ્ટો રજી.નં. GJ-01-RC-7832 કિંમત રૂપિયા ૧ લાખ તેમજ મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ.૫૦૦૦ મળી કુલ કિ.રૂ.૧૨,૮૫,૬૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો હતો.

 

- text