મોરબીમાં આવતીકાલે પ્રદેશ કોંગ્રેસ પ્રભારીની ઉપસ્થિતિમા યોજાશે વિસ્તૃત કારોબારી

- text


મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલ તારીખ 11-7-2024ને ગુરુવારના રોજ સાંજે 4 કલાકે ક્રિષ્ના હોલ, સનાળા બાયપાસ, મોમ્સ હોટલની પાછળ, મોરબી ખાતે વિસ્તૃત કારોબારીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વિસ્તૃત કારોબારીમાં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રભારી મુકુલભાઈ વાસનિક તથા મોરબી જિલ્લાના તમામ તાલુકા તથા શહેરના હોદ્દેદારો, કાર્યકરો તથા આગેવાનો ઉપસ્થિત રહેશે. આ કારોબારી સાથે ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

- text

- text