ઘર જેવા જ 100 ટકા નેચરલ અથાણાં : કલરવ પિકલ્સનો પ્રારંભ

 

કાચી ઘાણીના સિંગતેલમાંથી બનતા આ અથાણાંમાં કોઈ પણ પ્રિઝર્વેટિવ અને ફૂડ કલરનો ઉપયોગ થતો નથી : શરીરને નડે તેવી એક પણ વસ્તુનો વપરાશ નહિ

કેરી, ગુંદા કેરી, ચણા કેરી, ગોળ કેરી, છુંદો આ પાંચ પ્રકારના અથાણાં ઉપલબ્ધ છે. ફોન ઉપર ઓર્ડર કરી શકાશે, હોમ ડિલિવરી ફ્રી : એક વખત ટેસ્ટ અવશ્ય કરો

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કહેવાય છે કે એક ગુજરાતીનું ભાણું અથાણાં વગર અધૂરું જ રહે છે. પણ સમયની ભાગદોડમાં હવે પહેલાની જેમ ઘરે-ઘરે અથાણાં બનતા નથી. જે ઘરમાં અથાણાં બને છે ત્યાં પણ તેને બનાવવાની જહેમત એટલે ઉઠાવવામાં આવે છે કે બજારના અથાણાં ઉપર વિશ્વાસ હોતો નથી. પણ હવે ઘર જેવા જ શુદ્ધ અથાણાંનો સ્વાદ જહેમત ઉઠાવ્યા વગર મળી રહેશે. કારણકે કલરવ પિકલ્સ ઘર જેવા જ અથાણાં લઈને આવ્યું છે.

બજારનાં અથાણાંમાં ઘર જેવો જ સ્વાદ અને ગુણવત્તા ન મળ્યા બાદ રાધિકાબેન ખત્રીએ તેમના પતિ સાથે મળીને કલરવ પિકલ્સ નામે આ સાહસ શરૂ કર્યું. તેઓ જણાવે છે કે તેમના હાથે બનેલા અથાણાં હેલ્ધી અને કોલેસ્ટ્રોલ ફ્રી છે. આ અથાણાં 100 ટકા કોલ્ડ પ્રેસ સિંગતેલમાંથી બનાવવામાં આવે છે. ખાસ આ અથાણાંમાં કોઈ પણ પ્રિઝર્વેટિવ અને ફૂડ કલરનો ઉપયોગ કરવામાં આવતો નથી. નાના બાળકથી લઈ મોટા સૌ કોઈ નિશ્ચિતપણે આ અથાણાં આરોગી શકે છે. આમાં શરીરને નડે તેવી એક પણ વસ્તુનો જરા પણ ઉપયોગ થતો નથી.

હાલ તેઓને ત્યાં કેરી, ગુંદા કેરી, ચણા કેરી, ગોળ કેરી, છુંદો આ પાંચ પ્રકારના અથાણા 500 ગ્રામ અને 250 ગ્રામના પેકિંગમાં ઉપલબ્ધ છે. અંતમાં તેઓ જણાવે છે કે ઘર જેવા જ શુદ્ધ અને સ્વાદિષ્ટ અથાણાં માટે આજે જ અથાણાંનું નાનું પેકિંગ ફોન ઉપર ઓર્ડર કરો. ઓર્ડર કુરિયર દ્વારા મોકલી આપવામાં આવશે. એક વખત કલરવના અથાણાં ચાખ્યા પછી બીજા અથાણાં સાથેનો તફાવત આપને ખ્યાલ આવી જ જશે.

કલરવ પિકલ્સ
ડી નાઇન ઇનકોર્પોરેશન
જી-7, ગ્રાઉન્ડ ફ્લોર,
માધુપુરા માર્કેટ,
એક્સીઝ બેંકની સામે,
શાહીબાગ, અમદાવાદ
ઓર્ડર માટે
મો.9099970107