મોરબીના રાજનગર અને પીપળી ફીડર હેઠળના વિસ્તારોમાં બુધવારે વીજ કાપ રહેશે

- text


મોરબી : મોરબીમાં તારીખ 10-7-2024 ને બુધવારના રોજ નવી લાઈન કામની તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCLના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી રાજનગર ફીડરમાં આવતા વિસ્તારોમાં સવારે 7:30થી બપોરના 1:30 કલાક સુધી વીજપુરવઠો બંધ રહેશે.

બુધવારના રોજ રાજનગર સોસાયટી, ધર્મસિદ્ધી સોસાયટી, ધર્મ ભૂમિ સોસાયટી, શ્રીમદ રાજ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, નાની કેનાલ વાળો રોડ, પંચાસર રોડ પર આવેલ પંપિંગ હાઉસ, સતવારા એસ્ટેટ વાળો વિસ્તાર, નવા મુનનગર વિસ્તાર, સત્યમ હોલ, મુનનગર ચોક ની આજુબાજુનો વિસ્તાર, લાતી પ્લોટ-3,4,5,6નો અમુક વિસ્તાર, મફતિયાપરા વિસ્તાર, ટેલીફોન એક્સચેન્જ વાળો વિસ્તાર, વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

- text

તથા 11 કેવી પીપળી ફીડરમાં નવી લાઈન કામની તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી ઇન્ડ. પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં જેવા કે, તુલસી પાર્ક, સાનિધ્ય પાર્ક, મિલી પાર્ક, ધર્મમંગલ સોસાયટી, સીએનજી પમ્પ, સિદ્ધિ વિનાયક પાર્ક, મહેન્દ્રનગર ચોકડી આજુબાજુના કોમર્શિયલ કનેક્શન, ક્રાંતિ જ્યોત પાર્ક, પ્રભુ કૃપા ટાઉનશીપ, મહેન્દ્રનગર જુના ગામ, નીલકંઠ પાર્ક, પ્રભુ કૃપા રેસીડેન્સી, હરિગુણ રેસીડેન્સી, નવી પીપળી, જૂની પીપળી વગેરે વિસ્તારમાં સવારે 8 થી બપોરના 1 કલાક સુધી પાવર સપ્લાય બંધ રહેશે. જેની તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવા મોરબી શહેર-1 પેટા વિભાગ નાયબ ઇજનેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text