મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એકથી અડધો ઇંચ વરસાદ

- text


મચ્છુ -1 ડેમ સાઇટ વિસ્તારમાં 28 મીમી, ટંકારામા 16 મીમી અને મોરબીમાં 9 મીમી વરસાદ

મોરબી : મોરબી શહેર – જિલ્લામાં ગઈકાલ સોમવારે સાંજથી હવામાનમાં આવેલ બદલાવ બાદ પુનઃ મેઘ પધરામણી થતા શહેર ને જિલ્લામાં અડધોથી એક ઇંચ વરસાદ વરસ્યો હતો.

મોરબી ફ્લડ કન્ટ્રોલ અને સિંચાઈ કન્ટ્રોલ વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં માળિયા મિયાણામાં 10, મોરબીમાં 9, ટંકારામા 16 અને વાંકાનેરમાં 10 મીમી વરસાદ વરસ્યો હતો જ્યારે હળવદ કોરું ધાકોડ રહ્યું હતું. સાથે જ વાંકાનેર નજીક આવેલ મચ્છુ -1 ડેમ સાઇટ ઉપર 28, મચ્છુ-3 ઉપર 7, ડેમી -1 ઉપર 15, ડેમી -2 ઉપર 13, બ્રાહ્મણી 1 ડેમ ઉપર 5, બ્રાહ્મણી 2 ડેમ ઉપર 10 અને બંગાવડી ડેમ ઉપર 15 મીમી વરસાદ વરસ્યો હતો. હાલમાં મોરબી જિલ્લામાં મચ્છુ – 3 ડેમમાં સતત પાણીની આવક ચાલુ હોય ડેમનો એક દરવાજો ત્રણ ઇંચ ખુલ્લો રાખવામાં આવ્યો છે.

- text

- text