દેવગઢની પ્રા. શાળામાં વૃક્ષારોપણ તેમજ પર્યાવરણલક્ષી સ્પર્ધાઓ યોજાઈ

- text


માળીયા (મી) : માળીયા (મી) સ્થિત દેવ સોલ્ટ પ્રા.લી. તેમજ દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન દ્વારા આજે માળીયા(મી.)તાલુકાના દેવગઢ (નવા) ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ તેમજ પર્યાવરણ લક્ષી સ્પર્ધાઓ યોજાઈ હતી.

આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓમાં પર્યાવરણ વિશે જાગૃતિ લાવવા, તેનું મહત્વ સમજાવવા તથા તેના ફાયદા અને ગેરફાયદાઓ સમજાવવા 3 અલગ અલગ વકતૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ અને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમ્યાન શાળાનો સ્ટાફ, ગામના અગ્રણી કાનાભાઈ સવસેટા અને દેવ સોલ્ટના પ્રતિનિધિ વિવેક ધૃણા, રમજાન જેડા તથા અમીત સવસેટા ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text