મોરબી આરોગ્ય શાખા દ્વારા તારીખ 11-12 જુલાઈના રોજ કેન્સર સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન

- text


મોરબી : મોરબી જિલ્લામાં માન.જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા દ્વારા GCRI અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટનાં સયુંકત ઉપક્રમે તા. 11-7-2024ને ગુરુવારનાં રોજ મોરબી જીલ્લાના માળીયા(મી) તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) માળીયા ખાતે તથા તા. 12-7-2024ને શુક્રવારનાં રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર(CHC) ટંકારા ખાતે, સવારે 9 થી બપોરે 3 કલાક દરમ્યાન વિવિધ પ્રકારના કેન્સરનાં રોગ અંગેનું નીદાન અંગેનો સ્ક્રીનીંગ કેમ્પ યોજાશે.

- text

આ સ્ક્રીનીંગ કેમ્પમાં GCRI અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર માંથી વિવિધ કેન્સર રોગના સ્પેશીયાલીસ્ટ ડોક્ટરો સેવા આપશે અને જરૂર જણાયે દર્દીઓને આગળની તપાસ કે સારવાર માટે રીફર કરવામાં આવશે, તો આ યાદી મારફતે મોરબી જીલ્લાની તમામ જાહેર જનતાને ઉપરોક્ત સ્ક્રીનીંગ કેમ્પનો બહોળી માત્રામાં લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

- text