મોરબીના મકનસર નજીક બે ટ્રક સામસામે અથડાતા બિહારી ટ્રક ચાલકનું મૃત્યુ

- text


મોરબી : મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર મકનસર પોલીસ હેડ કવાટર્સ નજીક રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે ટ્રક ચલાવનાર બિહારના ટ્રક ચાલકે સામેથી આવતા ટ્રક સાથે પોતાનો ટ્રક અથડાવતા આ ગંભીર અકસ્માતમાં ટ્રક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર મકનસર પોલીસ હેડ કવટર્સના ગેટ નજીક જીજે -12 – બીએક્સ – 9600 નંબરના ટ્રક ચાલક શૈલેન્દ્રકુમાર રામપરવેશ રાય રહે.બિહાર વાળાએ પોતાનો ટ્રક રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે ચલાવી સામેથી આવતા એપી – 39 – યુયુ – 8679 નંબરના ટ્રક સાથે મોરે મોરો અથડાવી દેતા શૈલેન્દ્રકુમારનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે ફરિયાદી ટ્રક ચાલક થિરૂમાલા વેંકટેશ્વર રાવ ધનીશેટ્ટી રહે.આંધ્રપ્રદેશ વાળાની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text