મોરબીના અદેપર ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબી તાલુકાના અદેપર ગામે આજે તારીખ 9-7-2024ને મંગળવારના રોજ ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100થી વધુ વૃક્ષનું રોપાણ કરાયું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો તથા તલાટી કામ મંત્રી તેમજ ગામના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહ્યા હતા.

- text