જીકીયારી ગામે 2 ઘડિયા લગ્ન યોજાયા

- text


ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિનું પ્રેરણાદાયી આયોજન

મોરબી : મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા જીકીયારી ગામે મેલડી માતાજીના મંદિર ખાતે પાટીદાર સમાજના વધુ 2 ઘડિયા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગાળા નિવાસી રમેશભાઈ ધનજીભાઇ ઉઘરેજાની સુપુત્રી ચી.ભારતીબેનના શુભલગ્ન જીકીયારી નિવાસી ઈશ્વરભાઈ બેચરભાઈ બુડાસણાના સુપુત્ર ચી.કિશનકુમાર સાથે તથા રમેશભાઇ ધનજીભાઇ ઉઘરેજાના સુપુત્ર ચી. હર્ષદકુમારના લગ્ન ઈશ્વરભાઈ બેચરભાઈ બુડાસણાની સુપુત્રી ચી. દક્ષાબેન સાથે યોજાયા હતા. આ ઘડિયા લગ્નમાં મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના કારોબારી સભ્યો તથા ઉમિયા પરિવાર સંગઠન સમિતિ સીદસરના કારોબારીના સભ્યો હાજર રહ્યા હતા.

- text

- text