ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા છ પકડાયા

- text


ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામે રામજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) મહેશભાઇ ઉર્ફે કાતીયો નરભેરામભાઇ કાનાણી, રહે. જબલપુર (૨) ગોરધનભાઇ ઠાકરશીભાઇ લો, રહે.જબલપુર

(૩) અરજણભાઇ રામજીભાઇ કગથરા, રહે. જબલપુર

(૪) હેમતભાઇ ડાયાભાઇ કુંડલીયા, રહે. જબલપુર

(૫) હેમંતભાઇ કલ્યાણજીભાઇ ભાલોડીયા, રહે. ટંકારા અને (૬) હીરાભાઇ ભગવાનજીભાઇ ભાલોડીયા, રહે.ટંકારા નામના આરોપીઓને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા ૬૨,૭૦૦ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text