9 જુલાઈએ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની ચૂંટણીલક્ષી મીટીંગનું આયોજન

- text


મોરબી : તારીખ 9 જુલાઈ ને મંગળવારના રોજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની આગામી ચૂંટણીલક્ષી મીટીંગ યોજાશે. મોરબીના કેનાલ રોડ પર આવેલા બોરીયા પાટીના ઓમ શિવમ હોલ ખાતે આમ આદમી પાર્ટીની મીટીંગમાં આગામી ચૂંટણીલક્ષી પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.

આ મીટીંગમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઈટાલિયા, મનોજભાઈ સોરઠીયા, ધારાસભ્ય હેમંતભાઈ ખવા, અન્ય નેતાઓમાં કૈલાશદાન ગઢવી, રાજેશભાઈ પિંડોરીયા સહિતના ઉપસ્થિત રહેશે.

- text

- text