વાંકાનેરના ઢુંવા નજીક ટ્રક ચાલકે અચાનક યુટર્ન મારતા બાઈક ચાલક ઇજાગ્રસ્ત

- text


વાંકાનેર : વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર ઢુંવા નજીક સનહાર્ટ સિરામિક નજીક ડીવાઇડરની કટ્ટ પાસે આરજે – 51- જીએ – 3347 નંબરના ટ્રક ચાલકે આગળ પાછળ જોયા વગર અચાનક યુટર્ન લેતા જીજે – 36 – એએચ – 7856 નંબરનું બાઈક લઈને જઈ રહેલા મહમદ શાહિદ અબ્દુલભાઇ પરાસર ઉ.20 રહે.ગુલશન પાર્ક સોસાયટી, ચંદ્રપુર નામના યુવાનને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે યુવાનની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text