એક્શનનું રિએક્શન : બાઇક પર સ્ટંટ કરનાર યુવાનને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

- text


વાંકાનેર-પંચાસિયા રોડ ઉપરનો જોખમી સ્ટંટનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસની કાર્યવાહી

મોરબી : વાંકાનેર-પંચાસિયા રોડ પર રાતી દેવડી ગામ પાસે આવેલી આહોઈ નદીના બ્રિજ પર એક મોટર સાયકલ ચાલક જોખમી રીતે સ્ટંટ કરતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ દરમ્યાન મોરબી ટ્રાફિક જિલ્લા પોલીસે આ સ્ટંટબાજને શોધી કાયદાનું ભાન કરાવ્યું હતું.

પોતાના હવાલાનું મોટર સાયકલ પુરઝડપે – બેફિકરાઈથી ઉભા ઉભા સ્ટંટ કરતો ચલાવી નીકળ્યો હતો. જેનો વીડિયો વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં વાહન રજી.નં. GJ-03-HC-8736 વાળા હોવાનું જાણવા મળતા પોલીસે વાહનને e.gujcopમાં સર્ચ કરી ડિટેઈલ મેળવી મોટર સાયકલ સાથે આરોપી સાગરકુમાર અશોકભાઈ વરણિયા (ઉ.વ. 21)ને શોધી કાઢી પૂછપરછ કરતા તેને ગુનો કબુલ્યો હતો. ત્યારે મોરબી ટ્રાફિક જિલ્લા પોલીસ દ્વારા વાંકાનેર સીટી પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરવી કાયદાનું ભાન કરાવ્યું હતું.\

- text

- text