રાજકોટ બ્યુટીપાર્લરના ઓર્ડરમાં જતી યુવતીનું મિતાણા નજીક ટ્રક હડફેટે મૃત્યુ

- text


ટંકારા : મોરબીથી રાજકોટ બ્યુટી પાર્લરના ઓર્ડરના કામે જતી આશાસ્પદ યુવતીને ટ્રક ચાલકે મિતાણા ઓવરબ્રિજ ઉપર હડફેટે લઈ લેતા અકાળે મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલક વિરુદ્ધ મૃતકના નાના બહેને ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

અકસ્માતના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રેલવે સ્ટેશન પાછળ રોહિદાસપરા વિસ્તારમાં રહેતા પૂનમબેન જેરામભાઈ શુક્લ ઉ.19 નામની યુવતીએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, બ્યુટીપાર્લરનું કામ કરતા તેમના મોટા બહેન અંજલીબેન જેરામભાઈ શુકલને રાજકોટ કામનો ઓર્ડર મળ્યો હોવાથી ગત તા.7ના રોજ સવારના સમયે પોતાનું મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે ટંકારા તાલુકાના મિતાણા ગામના ઓવરબ્રિજ ઉપર જીજે – 06 – એઝેડ – 8676 નંબરના ટ્રક ચાલકે અંજલીબેનના મોટર સાયકલને હડફેટે લેતા અંજલીબેનને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text