મોરબી : અષાઢી બીજની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન આજરોજ મોરબી શહેરમાં અષાઢી બીજ નિમિત્તે નીકળેલ રથયાત્રાનું મોરબી જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા સમાજમાં ભાઈચારાનો સંદેશો ઉજાગર કરવા સમગ્ર સમાજમાં એકતાનો સંદેશ ફેલાવવા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.જેમાં મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ બાબુભાઈ પરમાર, મોરબી સુમરા સમાજ કાર્યકારી પ્રમુખ અહેમદ ડી. સુમરા, આગેવાન મહેશભાઈ પરમાર અને અન્ય કાર્યકર્તાઓએ આ રથયાત્રાનું સ્વાગત કરી રથયાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.