કોટે મોર ટહુક્યા, વાદળે ચમકી વીજળી, મારો રુદા રાણો સાયભળો, આવી અષાઢી બીજ.મોરબી : કોટે મોર ટહુક્યા, વાદળે ચમકી વીજળી,મારો રુદા રાણો સાયભળો, આવી અષાઢી બીજ.ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ તહેવારોનું ખૂબ મહત્વ છે. અષાઢ મહિનાની શરૂઆત પણ તહેવારથી થાય અને અંત પણ તહેવારથી આવે છે. અષાઢી બીજને રથયાત્રાનાં પર્વ તરીકે ઉજવવામાં આવે છે, અને અષાઢી અમાસને દિવાસા તરીકે ઉજવવામાં આવે છે. અષાઢી મહિનાની બીજનો દિવસ હિંદુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમાં મહિનાનો બીજો દિવસ છે. જ્યારે વિક્રમ સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો બીજો દિવસ છે.શ્રી જગન્નાથજીની રથયાત્રાઅષાઢ સુદ બીજ (અષાઢી બીજ) એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો દિવસ. આ દિવસે અમદાવાદ, જગન્નાથ પુરી સહિત દેશભરમાં રથયાત્રા નિકળે છે. અમદાવાદમાં નિકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. જ્યારે ઓરીસ્સામાં જગન્નાથ (શ્રી કૃષ્ણ), બલરામ અને સુભદ્રા આ ત્રણેય મૂર્તિઓને મોટા રથમાં બિરાજમાન કરી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે ૩ કિ.મી. દુર ગુડીયા મંદિરે લવાય છે. આ રથયાત્રા ભારતની તથા વિશ્વની સૌથી મોટી રથયાત્રા છે.કચ્છીઓનું નવું વર્ષપ્રાચીન કથા અનુસાર ઈ.સ. ૧૬૦૫માં ‘જામ લાખો ફુલાણી’ નામનો વ્યક્તિ જ્યારે બહારથી ફરીને કચ્છ પરત ફર્યા ત્યારે અષાઢ મહિનાનો પહેલો દિવસ હતો. ત્યારે ત્યાં વરસાદની હેલી ચોમેર પથરાયેલી અને બધા ખુશ થયા.જામ લાખાજી આ જોઈને કહ્યું અષાઢી બીજને નૂતન વર્ષ તરીકે ઉજવીશું.વાવણી માટે શુભ મુહૂર્તસૌરાષ્ટ્રમાં શુભ કાર્યો માટે શુભ મુહૂર્ત જોવામાં આવતા હોય છે ત્યારે અષાઢી બીજ એ સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત ગણવામાં આવતું હોય છે. ખાસ કરીને ખેડૂતો દ્વારા નવા વર્ષની વાવણી કાર્યની શરૂઆત અષાઢી બીજના દિવસે કરવામાં આવતી હોય છે. અષાઢી બીજના દિવસે ખેડૂતો દ્વારા ધરતી માતાનું પૂજન કરે અને વાવણી કાર્ય શરૂ કરવામાં આવે છે. અનેક ગામડાઓ એવા છે કે, જે ગામડાઓમાં હાલ પણ આધુનિક સમયની અંદર બળદ દ્વારા વાવણી કાર્ય કરવામાં આવતું હોય છે. ખેડૂતો દ્વારા બળદને શણગારવામાં આવે છે, ધરતી માતાનું પૂજન કરવામાં આવે છે અને ખેત ઓજારોને કુમકુમ તિલક કરવામાં આવે છે.