મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે કાલિકા પ્લોટમાં દરોડો પાડી ટવેન્ટી - ટવેન્ટી ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા એક શખ્સને રંગે હાથ પકડી પાડી અન્ય શખ્સનું નામ ખોલાવી બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે કાલિકાપ્લોટ શેરી નંબર 5મ દરોડો પાડી આરોપી એઝાઝ હુસેનભાઈ જીંદાણી નામના શખ્સને આરોપી યાસીન ઇકબાલ ચાનીયા સાથે ક્રેક ઓનલાઈન એપ્લિકેશનમાં ટી - 20 ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા ઝડપી લઈ આરોપી યાસીન ઇકબાલભાઈ ચાનીયા હાજર નહિ મળી આવતા બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો દાખલ કરી રોકડા રૂપિયા 700 તેમજ 10 હજારનો મોબાઈલ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.