મોરબી : આજે તારીખ 7 જુલાઈ ને રવિવારના રોજ મોરબીમાં મયુર નેચર ક્લબ- મોરબી, વન વિભાગ- મોરબી અને મોરબી અપડેટના સહયોગથી સંદેશ ઓફીસની નીચે કબીભી બેકરી પાસે, રામ ચોક, શનાળા રોડ, મોરબી ખાતે ફ્રી રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં લીમડો, સીતાફળ, દાડમ, જાંબુ, આમળા, ઉંબરો, સેતુર, રેઈનટ્રી, લીમડો, વડ, દાડમ સહિતના વૃક્ષોના 1200 જેટલા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રોપા વિતરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.