મોરબી : આજરોજ મોરબીમાં મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ત્યારે સાથે સાથે હરે કૃષ્ણ હરે રામ ગ્રુપ દ્વારા ભગવાન જગન્નાથજીની પણ રથયાત્રા કાઢવામાં આવી હતી.આ રથયાત્રા મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા જડેશ્વર મહાદેવ મંદિરેથી નીકળી હતી અને ગ્રીન ચોક સુધી યોજાઇ હતી. ભાવિક ભક્તો ઉઘાડા પગે આ રથયાત્રામાં જોડાયા હતા અને હરે કૃષ્ણ હરે રામાના નાદ સાથે રથયાત્રા આગળ વધી હતી. ભક્તોએ ભગવાન જગન્નાથજીના રથને ખેંચવાનો લ્હાવો પણ લીધો હતો.