મિતાણા નજીક ટ્રક- એક્ટિવા વચ્ચે અકસ્માતમાં ટંકારાની યુવતીનું મૃત્યુ

- text


ઓવરબ્રિજ ઉપર બનેલી ઘટના

મોરબી : રાજકોટ – મોરબી હાઇવે ઉપર મિતાણા ઓવરબ્રિજ ઉપર ટ્રક ચાલકે એક્ટિવા મોટર સાયકલ લઈને જઈ રહેલી યુવતીને હડફેટે લેતા એક્ટિવાનું આગળનું વ્હીલ નીકળી ગયું હતું અને ટંકારાની વતની આશાસ્પદ યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારાના વતની કાજલબેન જયરામભાઈ શુક્લ નામની યુવતી જીજે-3-ડીજે- 3723 નંબરનું એક્ટિવા લઈ રાજકોટ જતા હતા ત્યારે ટંકારાના મિતાણા નજીક ઓવરબ્રિજ ઉપર ટ્રક સાથે અકસ્માત સર્જાતા ટ્રકના ટાયર નીચે આવી જતાં તેણીનું મૃત્યુ નીપજ્યું હતું બનાવ અંગે 108 ને જાણ કરતા ઈએમટી રૂબિયાબેન અને પાઈલોટ મુકેશભાઈ તાત્કાલિક ધટના સ્થાને પહોચી ગયા હતા પરંતુ સારવાર મળે તે પૂર્વે જ યુવતીનું મુત્યુ થતા અકસ્માતની આ ઘટના અંગે ટંકારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text