હાઇવે ઉપરાંત ગ્રામ્ય રસ્તાનો વિડિયો પણ વાયરલhttps://youtube.com/shorts/MhepUpu0nSI?si=SQdHvtB5B58i-1Muવાંકાનેર : મોરબી જિલ્લામાં સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે બાઈક ઉપર જીવ સટોસટના ખેલ કરી આવા સ્ટંટનો વીડિયો વાયરલ કરવાના બનાવો આકરી પોલીસ કાર્યવાહી બાદ અટક્યા પછી હવે ફરી એક વાર આ આ સ્ટંટના વીડિયો વાયરલ થયા છે જેમાં વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે અને ગ્રામ્ય વિસ્તારમા બાઈક ઉપર સ્ટંટ કરતા યુવાનનો વીડિયો વાયરલ થતા ચકચાર જાગી છે.વાંકાનેર - મોરબી હાઇવે ઉપર એક યુવાન નંબર પ્લેટ વગરના બાઈક ઉપર અવનવા કરતબો કરવાની સાથે બાઈક ઉપર ઉભો રહી ફૂલ સ્પીડે બાઈક ચલાવતો હોવાના વીડિયો ઉપરાંત વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં પણ આવા જ એક યુવાનનો સ્ટંટનો વીડિયો વાયરલ થતા પોલીસને પડકાર ફેંકી રહેલા સ્ટંટબાજો સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.