વાંકાનેર : વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે ઉપર ઢુંવા ચોકડી નજીક જીજે - 12 - એઝેડ - 3499 નંબરનો કન્ટેનર ટ્રક પસાર થતો હતો ત્યારે પરપ્રાંતીય જેવા લાગતા અંદાજે 30થી 35 વર્ષની ઉંમરના અજાણ્યા યુવાને અચાનક ટ્રકના પાછળના જોટા નીચે ઝંપલાવી આપઘાત કરી લેતા મૂળ રાજસ્થાન અને હાલમાં મુન્દ્રા ખાતે રહેતા ટ્રક ચાલકે વાંકાનેર તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી અજાણ્યા યુવાનના વાલી વરસોને શોધવા તપાસ શરૂ કરી છે. મૃતકના હાથ ઉપર અંગ્રેજીમાં નેનું અને હિન્દીમાં નેનુસિંગ તેમજ બાજુમાં ત્રિશુલ ત્રોફાવેલ હોવાનું અને પોચા ઉપર ઓમ ત્રોફાવેલ હોય આ યુવકના વાલી વારસોએ વાંકાનેર તાલુકા પોલીસનો સંપર્ક સાધવા જણાવાયું છે.