મોરબીમાં સબ જુનિયર ભાઈઓ (અં-14) ફૂટબોલ ટીમ માટે સિલેક્શન પ્રક્રિયા હાથ ધરાશે

- text


11 થી 13 જુલાઈ સુધી સોકર સ્ટાર ફૂટબોલ એકેડમી ખાતે હાથ ધરાશે પ્રક્રિયા

મોરબી : મોરબી જિલ્લાની સબ-જુનિયર ભાઈઓ (અં-14) ટીમ માટે આગામી તારીખ 11 જુલાઈ ગુરુવાર થી 13 જુલાઈ શનિવાર સુધી સાંજે 5:00 કલાકે મોરબીના રવાપર-ધુનડા રોડ પર ઉજ્જવલ ફાર્મની બાજુમાં આવેલા સોકર સ્ટાર ફૂટબોલ એકેડમીના ગ્રાઉન્ડ ખાતે પસંદગી ટ્રાયલ રાખવામાં આવી છે. જેમાં 2011 અને 2012માં જન્મ થયેલા હોય તેવા ખેલાડીઓ ટ્રાયલ આપી શકશે.

આ અંતર્ગત સિલે્કશન પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છતા ખેલાડીઓએ આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે. તેમજ ફૂટબોલ કીટ સાથે લઈ આવવાની રહેશે. સ્પર્ધા માટે જે ખેલાડીઓની પસંદગી થશે તે ખેલાડીઓએ તા. 15 જુલાઈથી 30 જુલાઈ સુધી ફૂટબોલ કેમ્પમાં ફરજિયાત હાજર રહી ફૂટબોલ કેમ્પ ભરવો પડશે.

- text

કેમ્પના અંતે કુલ 20 ખેલાડીઓનું ફાઈનલ સિલેક્શન ‌કરવામાં આવશે. ત્યારબાદ તે ખેલાડીઓ ગુજરાત રાજ્ય કક્ષાની અંડર-14ની ટીમ સાથે રમવા જશે. વધુ માહિતી માટે ફૂટબોલ કોચ મુસ્તાક સરનો મો.નં 63531 83583 પર સંપર્ક કરવા મોરબી ફૂટબોલ એસોસિયન પ્રેસિડેન્ટ દેવેનભાઈ રબારી તથા મોરબી જિલ્લા ફૂટબોલ સેક્રેટરી જીતુભાઈ રબારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text