હળવદ : હળવદ તાલુકાના રાયસંગપર ગામે અમૃતભાઈ હમીરભાઈ ચૌહાણની વાડીએ કામ કરતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના હમીરપુરા ગામના વતની પરેશભાઈ શંભુભાઈ નાયક ઉ.28 નામના ખેત શ્રમિક ચાલીને જતા હતા ત્યારે અચાનક ચક્કર આવતા પાણી ભરેલા ખાડામા ઊંધા ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.