રવિવારે મયુર નેચર કલબ, વન વિભાગ, મોરબી અપડેટ દ્વારા ફ્રી રોપાનું વિતરણ થશે

- text


મોરબી : આગામી તારીખ 7 જુલાઈ ને રવિવારના રોજ મોરબીમાં મયુર નેચર ક્લબ- મોરબી, વન વિભાગ- મોરબી અને મોરબી અપડેટના સહયોગથી ફ્રી રોપાનું વિતરણ કરવામાં આવશે.

- text

રવિવારે સવારે 9 કલાકે મોરબીના શનાળા રોડ પર રામ ચોક ખાતે કભીબી બેકરી પાસે સંદેશ ન્યૂઝની ઓફિસ નીચે રોપાનું ફ્રી વિતરણ કરવામાં આવશે. જેમાં સીતાફળ, દાડમ, જાંબુ, આમળા, ઉંબરો, સેતુર, રેઈનટ્રી, લીમડો, વડ, દાડમ સહિતના વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવશે. વહેલા તે પહેલાના ધોરણે રોપા આપવામાં આવશે અને એક વ્યક્તિને એક જ રોપો આપવામાં આવશે. તો આ વિતરણ વ્યવસ્થાનો લાભ લેવા સર્વેને જણાવાયું છે.

- text