માળીયા મિયાણાના અંજીયાસર ગામે બાઈક સાથે ચૂંદડી બાંધી આધેડે તલાવડીમાં ઝંપલાવ્યું, મોત

- text


મોરબી : માળીયા મિયાણા તાલુકાના અંજીયાસર ગામે અપમૃત્યુના એક વિચિત્ર કિસ્સામાં આધેડે ગળામાં ચૂંદડી બાંધી બાઈકના એન્ગલમાં ચૂંદડી બાંધેલ હાલતમાં તલાવડીમાં ઝંપલાવી દેતા મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના અંજીયાસર ગામે રહેતા હાજીભાઈ અબ્દુલભાઈ મોવર ઉ.55 નામના આધેડે ગળામાં ચૂંદડી બાંધી ચૂંદડીનો બીજો છેડો બાઈકના એન્ગલમાં બાંધેલ હાલતમાં તલાવડીમા ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. અપમૃત્યુના આ બનાવમાં માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text