મોરબીન રવાપર રોડ ઉપર એપાર્ટમેન્ટની સીડી સાથે ચૂંદડી બાંધી સગીરાનો આપઘાત

- text


મોરબી : મોરબીના રવાપર – ઘુનડા રોડ ઉપર આવેલ શક્તિ ટાઉનશિપમા શિરોમણી એપાર્ટમેન્ટમાં રહીને સફાઈ કામ કરતા નેપાળી પરિવારની સગીર પુત્રીએ અગમ્ય કારણોસર એપાર્ટમેન્ટની લોખંડની સીડીમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર – ઘુનડા રોડ ઉપર આવેલ શક્તિ ટાઉનશિપમા શિરોમણી એપાર્ટમેન્ટમાં રહીને સફાઈ કામ કરતા નંદબહાદુર કાલીબહાદુર ભેરિકારની સગીરવયની પુત્રી જમનાબેન ઉ.15એ કોઈ અગમ્ય કારણોસર એપાર્ટમેન્ટમા પાણીના ટાકા પાસે મુકેલી લોખંડની સીડીમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text