મોરબી : રાહુલ ગાંધી દ્વારા હિંદુઓના વિરોધમાં કરવામાં આવેલી આપત્તીજનક ટીપ્પણીથી કારણે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે તારીખ 3-7-2024ને બુધવારના રોજ સાંજે 5 કલાકે નવા બસ સ્ટેશન શનાળા રોડ મોરબી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.મહત્વનું છે કે, સંસદમાં રાહુલ ગાંધી દ્વારા હિંદુઓ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી અત્યંત આપત્તીજનક અને હિંદુઓને આઘાત પહોંચાડનારી હોવાથી આ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.