કૌટુંબિક બહેનને ભગાડી જવા મુદ્દે પિતરાઇની હત્યા કરનાર બે ઝડપાયા

- text


હળવદના રાયસંગપુરમાં ગામે બનેલી ઘટનામાં હળવદ પોલીસ અને એલસીબીની સંયુક્ત કાર્યવાહી

હળવદ : હળવદ તાલુકાના રાયસંગપુર ગામે કૌટુંબિક બહેનને ભગાડી જવાના બનાવમાં જુના ઝઘડાનો ખાર રાખી બે પિતરાઈ ભાઈઓએ ભાઈના ઘરમાં ઘુસી હત્યા કરી નાખવાના બનાવમાં હળવદ પોલીસ અને મોરબી એલસીબીએ સંયુક્ત કાર્યવાહી કરી બન્ને આરોપીઓની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રાયસંગપુર ગામે રહેતા શામજીભાઈ બાબુભાઇ લોલાડીયા અગાઉ આરોપી ગૌતમ કરમણભાઇ લોલાડીયા અને વિપુલ કરમણભાઇ લોલાડીયાની બહેનને ભગાડી ગયો હોય જેનું મનદુઃખ રાખી ગઈકાલે બન્ને આરોપીઓએ શામજીભાઈના ઘરમાં ઘુસી છરી અને પાઇપ વડે હુમલો કરતા શામજીભાઈ બાબુભાઇ લોલાડીયાનું મૃત્યુ નીપજ્યું હતું જયારે તેમના ભાઈ ગોપાલ ઉપર આરોપીઓએ છરી વડે હુમલો કરતા ઈજાઓ પહોંચતા મૃતકના પિતા બાબુભાઇ ગોકળભાઇ લોલાડીયાએ ફરિયાદ નોંધાવી હતી.

- text

બીજી તરફ આ સંગીન બનાવમાં હળવદ પીઆઇ આર.ટી.વ્યાસ અને એલસીબી પીઆઇ એમ.પી.પંડયાએ સંયુક્ત ટિમો બનાવી તપાસ શરુ કરી યુવાનની હત્યા કરનાર આરોપી ગૌતમ કરમણભાઇ લોલાડીયા અને વિપુલ કરમણભાઇ લોલાડીયાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text