Morbi : વાહનોમાં ફેન્સી નંબર લેવા હોય તો 9 થી 11 જુલાઈ સુધી અરજી કરી શકાશે

- text


મોરબી : મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AE, GJ36 AG, GJ36 AH, GJ36 AK અને GJ36 AM તથા ફોર વ્હીલર માટે GJ36 AF, GJ36 AJ તથા GJ36 AL ઉપરાંત ટ્રાંસપોર્ટ વાહનો માટે GJ36 X GJ36 V તેમજ થ્રી વ્હીલર માટે GJ36 W સીરીઝ માટેના તમામ નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રિયા 9 જુલાઈથી શરૂ થનાર છે. તારીખ 9 જુલાઈ થી 11 જુલાઈ, 2024 સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તારીખ 11 જુલાઈ થી 13 જુલાઈ, 2024 સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા 13 જુલાઈના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.

- text

બાકીનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી 2 દિવસમાં www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- text