મોરબીમાં આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી

- text


3 થી 7 જુલાઈ સુધી મોરબી જિલ્લામાં વરસાદી વાતાવરણ રહેશે

મોરબી : મોરબી જિલ્લામાં આજે તારીખ 3 જુલાઈના રોજ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સાથે આજથી આગામી પાંચ દિવસ સુધી મોરબી જિલ્લામાં વરસાદી વાતાવરણ રહેશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી- તરઘડીયા દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે તારીખ 3 જુલાઈના રોજ મોરબી જિલ્લામાં 102 મી.મી. એટલે કે 4 ઈંચ કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે આવતીકાલે તારીખ 4 જુલાઈના રોજ 65 મી.મી., 5 જુલાઈના રોજ 16 મી.મી., 6 જુલાઈના રોજ 10 મી.મી., અને 7 જુલાઈના રોજ 7 મી.મી. વરસાદ પડવાની શક્યતા છે. એટલે કે મોરબી જિલ્લામાં આજે તારીખ 3 અને આવતીકાલે તારીખ 4 જુલાઈના રોજ છુટાછવાયા વિસ્તારમાં ભારે અને 5 થી 7 જુલાઈ દરમિયાન છુટાછવાયા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

- text

- text